ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 22, 2024 3:06 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે :કઝાનમાં આયોજીત 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી રશિયાના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. તેઓ કઝાનમાં આયોજીત 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે.  શ્રી મોદીએ કહ્યું કેભારત બ્રિક્સ અંતર્ગત ઘનિષ્ઠ સહકારને મહત્વ આપે છે. બ્રિક્સ વૈશ્વિક વિકાસ એજન્ડા, બહુપક્ષવાદ, આબોહવા પરિવર્તન, આર્થિક સહકાર, સંસ્કૃતિ અને લોક સંપર્કને પ્રોત્સાહન વિગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા માટે મહત્વનું મંચ પૂરું પાડ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગત વર્ષે નવા સભ્યો જોડવાની સાથે બ્રિક્સના વિસ્તારને વૈશ્વિક સુખાકારી માટે તેની સમાવેશિતા અને એજન્ડા સાથે જોડ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યુંકે જુલાઈ 2024માં મૉસ્કોમાં આયોજીત વાર્ષિક શિખર સંમેલનના આધારે કઝાનની તેમની યાત્રા ભારત અને રશિયા વચ્ચે વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત રાજદ્વારી ભાગીદારીને મજબૂત બનાવશે.રશિયા પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમિર પુતિન સહિત વિશ્વના અન્ય નેતાઓ સાથે બેઠક કરી કરશે.  

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.