ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 7:43 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી રશિયાના પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલથી રશિયાના પ્રવાસે જશે. શ્રી મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર રશિયા જઈરહ્યા છે. શિખર સંમેલનની આ આવૃત્તિનો વિષય “સમાનવૈશ્વિક વિકાસ અને સલામતી માટે બહુપક્ષવાદને મજબૂત કરવાનો છે.”પ્રધાનમંત્રીના રશિયા પ્રવાસ અંગે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, ‘શ્રી મોદી શિખર સંમેલનમાં ભાગ લેવા આવતીકાલે કઝાન માટે પ્રસ્થાન કરશે. ભારતએ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણઆફ્રિકા દેશથી બનેલા સંગઠન બ્રિક્સનું સ્થાપકસભ્ય છે.શ્રી મિસરીએ ઉમેર્યું, ‘બ્રિક્સમાટે ભારત ઘણું મહત્વનું છે અને ભારતના યોગદાનેઆર્થિક વિકાસ, સતત વિકાસ અને વૈશ્વિક શાસન પરિવર્તન જેવા ક્ષેત્રમાં બ્રિક્સના પ્રયાસને આકાર આપવામાં મહત્વનીભૂમિકા ભજવી છે.’

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.