ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 21, 2024 2:17 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક ભવિષ્યને ઘડવામાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વૈશ્વિક ભવિષ્યને ઘડવામાં ભારત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સ્તરે પ્રગતિ કરી રહ્યો છે. એક ખાનગી મીડિયા આઉટલેટ દ્વારા આયોજિત વિશ્વશિખર સંમેલનને સંબોધતા તેમણે આમ જણાવ્યું.
શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક મુશ્કેલીઓમાં ભારત આશાની કિરણ તરીકે ઉભરી આવ્યું હતું. કોવિડ-19, વૈશ્વિક અર્થવ્યવસ્થા, મોંઘવારી, બેરોજગારી, આબોહવા પરિવર્તન અનેયુદ્ધ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પરિસ્થિતિઓ ભારતને પણ અસર કરે છે.