પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રશિયા પ્રવાસે જશે, જ્યાં તેઓ બે દિવસ ચાલનારા બ્રિક્સ સંમેલનમા ભાગ લેશે. બ્રાઝિલ, રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકા બ્રિક્સ સભ્ય દેશો છે. પ્રવાસ દરમિયાન શ્રી મોદી સભ્ય દેશોના નેતાઓ તેમજ અન્ય આમંત્રિતો સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનના આમંત્રણ પર કાઝાનમાં આયોજીત 16માં બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા જઈ રહ્યા છે. કાઝાન સમિટ વૈશ્વિક વિકાસ અને સુરક્ષા માટે બહુપક્ષીયવાદ મજબૂત કરવા પર આધારિત છે, એટલું જ નહીં તે વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મહત્વનું મંચ પણ પૂરું પાડશે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 2:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રશિયા પ્રવાસે જશે, જ્યાં તેઓ બે દિવસ ચાલનારા બ્રિક્સ સંમેલનમા ભાગ લેશે
