પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાય અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે
સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટ પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં રોકાયેલ છે. તેમણે તમામ ઇજાગ્રસ્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દરેક મૃતકના પરિજનોને સહાય આપવાની જાહેરાત કરી
