પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં આરોગ્ય સુવિધા વધુ મજબૂત કરવા સરકાર આગામી પાંચ વર્ષમાં 75 હજાર વધુ તબીબી બેઠકો ઉમેરશે.. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન થયું છે.માત્ર પૂર્વાંચલમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મુખ્ય આરોગ્ય કેન્દ્ર તરીકે કાશીની વધતી જતી પ્રતિષ્ઠાનો તેમણે ઉલ્લેખ કર્યો . શ્રી મોદી તેમના સંસદીય મતવિસ્તાર વારાણસી ખાતે આરજે શંકરા આંખની હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ બોલી રહ્યા હતા.
આ હોસ્પિટલનું ઉદ્ઘાટન તમિલનાડુના કાંચી કામકોટી પીઠમના જગદગુરુ શ્રી શંકરા વિજયેન્દ્ર સરસ્વતીની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ , આશા વ્યક્ત કરી કે નવી આંખની હોસ્પિટલથી વૃદ્ધો અને બાળકો બંનેને ફાયદો થશે, અને શંકરાચાર્ય અને શંકરા ટ્રસ્ટને બિહારમાં બીજું કેન્દ્ર ખોલવાનું વિચારવા વિનંતી કરી. શ્રી શંકરા વિજયેન્દ્ર સરસ્વતીએ પ્રધાનમંત્રી મોદીના વિકાસલક્ષી પ્રયાસોની પ્રશંસા કરી હતી.
વારાણસીની આ હોસ્પિટલ દેશની શંકરા નેત્રાલયની 14મી હોસ્પિટલ છે, જે દર વર્ષે સૌથી ગરીબ દર્દીઓ પર 30,000 થી વધુ સર્જરી કરવા સક્ષમ છે. 110 કરોડ રૂપિયાના રોકાણ સાથે આ વિશ્વ કક્ષાની આંખની સંભાળની સુવિધા ઉભી કરવામાં આવી છે
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:49 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દેશમાં આરોગ્ય સુવિધા વધુ મજબૂત કરવા સરકાર આગામી પાંચ વર્ષમાં 75 હજાર વધુ તબીબી બેઠકો ઉમેરશે
