પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તાનાં નૈતિક ઉપયોગની હાકલ કરીને તમામ ચર્ચામાં સલામતી, સન્માન અને સમાનતા કેન્દ્રમાં હોવા જોઇએ. પ્રધાનમંત્રીએ ડિજિટલ ટેકનોલોજી માટે વૈશ્વિક માળખાની સ્થાપનાનાં મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, જી-20નાં પ્રમુખપદ દરમિયાન ભારતે આ મુદ્દો ઉપસ્થિતકર્યો હતો અને વૈશ્વિક સંસ્થાઓને વૈશ્વિક વ્યવસ્થાપન માટે તેનાં મહત્વને સમજવા અનુરોધકર્યો હતો.નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી-WTSA નું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, WTSA નો હેતુ વૈશ્વિક ધોરણોની દિશામાં કામ કરવાનો છે, જ્યારે આ સેવામાં ધ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ મહત્વની ભૂમિકા ભજવે છે.પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ભારત ટેલિકોમ અને સંબંધિત ટેકનોલોજીમાં વિશ્વનો વધુ સક્રિય દેશ છે. તેમણે જણાવ્યું કે, ભારતમાં 120 કરોડ લોકો પાસે મોબાઇલ અને 95 કરોડ લોકો પાસે ઇન્ટરનેટ છે. વિશ્વની 40 ટકાથી વધુ ડિજિટલ લેવડદેવડ ભારતમાં થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય દૂરસંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે,ભારત 6G ટેકનોલોજીનાં વિકાસમાં વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 5:24 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ટેકનોલોજી માટે વૈશ્વિક માળખું સ્થાપિત કરવાનું આહ્વાન કર્યું
