પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ત્રણ વર્ષ પૂરા થવા પર પ્રશંસા કરતાં આ પહેલને ભારતના માળખાકીય ક્ષેત્ર માટે પરિવર્તનકારી ગણાવી છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ જણાવ્યું કે ગતિશક્તિ યોજનાએ મલ્ટિમોડલ કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધારી છે અને વિવિધ ક્ષેત્રોમાં ઝડપી અને કાર્યક્ષમ વિકાસ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું કે વિવિધ હિસ્સેદારોના એકીકરણથી લોજિસ્ટિક્સ ક્ષેત્ર મજબૂત થયું છે અને રોજગારની નવી તકો ઊભી થઈ છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે ગતિશક્તિ યોજના વિકસિત
ભારતના સ્વપનને સાકાર કરવામાં ગતિ પ્રદાન કરી રહી છે અને આનાથી ઉદ્યમીતા અને નવીનતાને પ્રોત્સાહન મળશે.