ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 8:13 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકિસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મુંબઈ અને થાણે જેવા શહેરો વિકિસિત ભારત બનાવવા માટે ભવિષ્ય માટે તૈયાર હોવા જોઈએ. અટલ સેતુ, મુંબઈ મેટ્રો અને કોસ્ટલ રોડસહિત મુંબઈ મેટ્રોપોલિટન પ્રદેશમાં વિવિધ માળખાકીય વિકાસની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ્સ માત્રલોકોના જીવનને સરળ બનાવશે નહીં પણ ઉદ્યોગને પ્રોત્સાહન આપશે અને રોજગારીની નવી તકોઊભી કરશે.
તેઓ આજે સાંજે થાણેમાં અનેક મહત્ત્વપૂર્ણ મેટ્રો અને રોડ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ બોલી રહ્યા હતા.. તેમણે નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફલ્યુએન્સ નોટિફાઈડ એરિયા (NAINA) પ્રોજેક્ટના ફેઝ-1 માટે શિલાન્યાસ પણ કર્યો, જેની કિંમત આશરે 2,550 કરોડ રૂપિયા છે, તેમજ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે 700 કરોડ રૂપિયાના ખર્ચે એક બહુમાળી વહીવટી ઈમારતનું નિર્માણ કરવામાં આવશે.