ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 3:43 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનૉમિક સંમેલનને સંબોધશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે નવી દિલ્હીમાં કૌટિલ્ય ઇકોનૉમિક સંમેલનને સંબોધશે. આ સંમેલનની ત્રીજી આવૃત્તિ આવતીકાલથી 6 ઑક્ટોબર દરમિયાન યોજાશે. આ વર્ષનું સંમેલન હરિયાળા પરિવર્તનના ધિરાણ, ભૌગોલિક આર્થિક વિભાજન અને વિકાસ માટે અનુમાન તેમ જ સ્થિતિસ્થાપકતા યથાવત્ રાખવા માટે નીતિ કાર્યવાહીના સિદ્ધાંતો જેવા વિષય પર કેન્દ્રિત રહેશે.
ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાન અને નીતિ નિર્માતા ભારતીય અર્થવ્યવસ્થા અને વૈશ્વિક દક્ષિણની અર્થવ્યવસ્થાઓ સામે આવતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરાશે. આ સંમેલનમાં વિશ્વભરના વક્તાઓ ઉપસ્થિત રહેશે. કૌટિલ્ય ઇકોનૉમિક સંમેલનનું આયોજન નાણા મંત્રાલયની સાથેની ભાગીદારીમાં આર્થિક વિકાસની સંસ્થાન દ્વારા કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.