ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 3, 2024 3:24 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમને આજે 10 વર્ષ પૂર્ણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “મન કી બાત” કાર્યક્રમને આજે 10 વર્ષ પૂર્ણ થયા છે. આજના જ દિવસે વર્ષ 2014માં શ્રી મોદીએ આકાશવાણીના માધ્યમથી “મન કી બાત” કાર્યક્રમ થકી પોતાના વિચાર રજૂ કરવાની શરૂઆત કરી હતી. આ 10 વર્ષ દરમિયાન પ્રધાનમંત્રીએ નોંધપાત્ર સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય સહિતના મુદ્દાઓને આવરી લીધા છે.
આ મુદ્દાઓએ દેશમાં સકારાત્મક અસર ઊભી કરી છે. “મન કી બાત” પ્રધાનમંત્રી અને નાગરિકો વચ્ચેના સંવાદ માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે. ગયા મહિને પ્રસારિત થયેલા “મન કી બાત” કાર્યક્રમમાં શ્રી મોદીએ આ કાર્યક્રમના 10 વર્ષનો ઉલ્લેખ કર્યો હતો.