પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની ત્રણ પરમ રુદ્ર સુપર કમ્પ્યૂટર, રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિંગ અભિયાન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કમ્પ્યૂટર પુણે, દિલ્હી અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધાઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ક્વોન્ટમ કમ્યૂટિંગમાં નેતૃત્વ કરી રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ભારતે વૈજ્ઞાનિક ટેક્નૉલોજીની મદદથી સંશોધન ક્ષેત્રે આત્મનિર્ભર બનવાનું છે. તેમણે ઉમેર્યું કે દેશ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ માટે પણ તૈયાર થઈ રહ્યો છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 9:24 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું
