ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 23, 2024 2:17 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનાં અમેરિકાનાં પ્રવાસનાં ત્રીજા અને અંતિમ દિવસે ગઈ કાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય, અમેરિકાની ટોચની કંપનીના સીઇઓ અને વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. આ લક્ષ્ય ત્રીજા કાર્યકાળમાં જ હાંસલ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, ભારતનું ઇલેક્ટ્રોનિક સેક્ટર 150 અબજ ડોલરથી વધુ છે અને તેને 2030 સુધી 500 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય છે.
શ્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસ એન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં નાસાઉ કોલિઝિયમમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયની વિશાળ જનમેદનીને સંબોધિત જણાવ્યું હતું કે, અહીં વસતા મુળ ભારતીયો દેશનાં મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે અને તેમણે અમેરિકાને ભારત સાથેઅને ભારતને અમેરિકા સાથે જોડ્યું છે.
દરમિયાન, ભારતમાં રાષ્ટ્રીય સલામતી માટે સમર્પિત નવો સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ-શક્તિ સ્થાપવા માટે ભારત-અમેરિકા વચ્ચે સૌ પ્રથમ વાર જોડાણ કરવામાં આવ્યું છે.
આકાશવાણીના પ્રતિનિધિ જણાવે છે કે અમેરિકન લશ્કરે ઉચ્ચ મૂલ્ય ધરાવતી આ ટેકનોલોજી માટે ભારત સાથે સૌ પ્રથમ વાર ટેકનોલોજી ભાગીદારી કરી છે. આ ફેબ પ્લાન્ટ માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વનો રાષ્ટ્રીય સલામતી માટેનો પ્રથમ મલ્ટી મટિરિયલ ફેબ છે.
દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે કુવૈતના ક્રાઉન પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ અલ-સબાહ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ ઉપરાંત, શ્રી મોદીએ પેલેસ્ટાઇનના પ્રમુખ મહમુર અબ્બાસ સાથે બેઠક કરી હતી અને ગાઝામાં સર્જાયેલી માનવીય કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ તેમનાં નેપાળના સમકક્ષ કેપી શર્મા ઓલી સાથે પણ વાતચીત કરી હતી. શ્રી મોદી આજે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભાને સંબોધશે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ