ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રના વર્ધા ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને એક વર્ષ પૂર્ણ થવા પર યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો, ઋણપત્રકો સોંપશે અને સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ અમરાવતી ખાતે પીએમ મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્સટાઈલ રિજિયન્સ એન્ડ એપેરલ –પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે.
મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા એક હજાર એકર વિસ્તારમાં આ પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. આનાથી વિશ્વસ્તરનું ઔદ્યોગિક આધાર માળખુ સ્થાપિત કરવામાં મદદ મળશે અને રોજગારીની તકોનુ સર્જન થશે. પ્રધાનમંત્રી રાજ્ય સરકારની “આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર” યોજનાનો પ્રારંભ કરાવશે.
આ યોજના હેઠળ 15 થી 45 વર્ષની વયના યુવાનોને તાલીમ પૂરી પાડવા માટે રાજ્યભરની કોલેજોમાં કૌશલ્ય વિકાસ તાલીમ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે. શ્રીમોદી “પુણ્યશ્લોક અહિલ્યા દેવી હોલકર મહિલા સ્ટાર્ટઅપ્સ યોજના” ની શરૂઆત કરાવશે. આ યોજના હેઠળ રાજ્યમાં મહિલાઓ દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ્સને પ્રારંભિક તબક્કામાં 25 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે.