પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરી રહ્યા છે. તેઓ આજે સવારે શ્રીનગરમાં બપોરે શ્રી માતા વૈષ્ણોદેવી મંદિરના બેઝકેમ્પ કટરા ખાતે ચૂંટણી સભા સંબોધકા પ્રધાનમંત્રી મોદી કહ્યું કે, પ્રથમ તબક્કામાં મોટી સંખ્યામાં મતદાન કરીને જમ્મુ કાશ્મીરના લોકોએ ઇતિહાસ રચ્યો છે. વધુમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના લોકો દેશના લોકતંત્રને મજબૂત કરી રહ્યા છે. તેમણે કિશ્તવાડમાં 80 ટકા મતદાનનો ઉલ્લેખ પણ કર્યો.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ગઈકાલે સરેરાશ 61.13 ટકામતદાન નોંધાયું હતું. આમાંથી સૌથી વધુ 80.14 ટકા મતદાન કિશ્તવાડ જિલ્લામાં થયું હોવાના અહેવાલ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.