પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની સરકારને શાસનના સો દિવસ પૂર્ણ થયા છે. ત્યારે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ”ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પ્રદેશ મહામંત્રી રજની પટેલે જણાવ્યું હતું કે, યુવા મોરચા દ્વારા સામાજિક સંસ્થાઓ બ્લડ બેન્કો અનેપ્રદેશની આરોગ્ય વિભાગની ટીમોના સંકલનથી રક્તદાન શિબિર યોજાઇ રહી છે.
તેમણે ઉમેર્યું કે, ૨૩ સપ્ટેમ્બરે આયુષ્માન ભારત યોજનાની શરૂઆતના દિવસે, દરેક વિધાનસભા મતવિસ્તારમાં ૬૦ વર્ષથી વધુ વયની મહિલાઓમાટે નિશુલ્ક તબીબી પરિક્ષણ શિબિર પણ યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 7:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળની સરકારને શાસનના સો દિવસ પૂર્ણ થતાં ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય “શ્રી કમલમ”ખાતે પત્રકાર પરિષદ યોજાઇ