પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશભરના 61 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટેના નિમણૂકપત્ર એનાયત કર્યા. 18-મા રોજગાર મેળાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારત અનેક દેશની સાથે વેપાર અને પરિવહન કરાર કરી રહ્યું હોવાથી દેશના કુશળ યુવાનો માટે અનેક તકનું સર્જન થઈ રહ્યું છે.
શ્રી મોદીએ નવનિયુક્ત ઉમેદવારોને નિમણૂકપત્ર મેળવવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. આજના 24 જાન્યુઆરીના દિવસને મહત્વનો ગણાવતા શ્રી મોદીએ કહ્યું, આ દિવસે ભારતીય બંધારણે “જન-ગણ-મન”ને રાષ્ટ્રગાન અને “વંદે માતરમ્”ને રાષ્ટ્રગીત તરીકેની માન્યતા આપી હતી.
ગાંધીનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં રોજગાર મેળો યોજાઈ ગયો.
Site Admin | જાન્યુઆરી 24, 2026 7:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ માધ્યમથી ગુજરાત સહિત દેશના 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂકપત્ર એનાયત કર્યા.