પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું, ભારત અનેક દેશની સાથે વેપાર અને પરિવહન કરાર કરી રહ્યું છે, જેનાથી દેશના કુશળ યુવાનો માટે વિવિધ તકનું સર્જન થઈ રહ્યું છે. નવી દિલ્હીમાં વર્ચ્યૂઅલ માધ્યમથી 18-મા રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધતાં શ્રી મોદીએ આ વાત કહી.
આ મહત્વની પહેલ હેઠળ આજના કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગ અને સંગઠનમાં નિયુક્ત થયેલા 61 હજારથી વધુ યુવાનોને નિમણુક પત્ર એનાયત કરાયા.
શ્રી મોદીએ આજે 24 જાન્યુઆરીના દિવસને મહત્વનો ગણાવતા કહ્યું, આ જ દિવસે બંધારણે “જન ગણ મન”ને રાષ્ટ્રગાન અને “વંદે માતરમ્”ને રાષ્ટ્રગીત તરીકે માન્યતા આપી હતી. તેમણે રોજગાર મેળા અંગે કહ્યું, આ સંસ્થાકીય વ્યવસ્થા બની ગઈ છે અને લાખો યુવાનોને વિવિધ સરકારી વિભાગ તરફથી નિમણુકપત્ર મળી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, 18-મો રોજગાર મેળો દેશભરના 45 સ્થળ પર યોજાયો હતો.
Site Admin | જાન્યુઆરી 24, 2026 3:11 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સરકાર ભારત અને વિદેશમાં યુવાનો માટે નવી તકનું સર્જન કરવાનો પ્રયાસ કરી રહી છે.