જાન્યુઆરી 24, 2026 10:43 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં 61 હજારથી વધુ નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજિત 18મા રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 61 હજારથી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો આપશે. આ પ્રસંગે તેઓ યુવાનોને સંબોધન પણ કરશે.
18મો રોજગાર મેળો દેશભરમાં 45 સ્થળોએ યોજાઈ રહ્યો છે. આ નવનિયુક્ત યુવાનોને ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ અને અન્ય વિભાગોમાં ભરતી કરવામાં આવશે.
રોજગાર સર્જન માટેની સરકારની મુખ્ય પહેલ, રોજગાર મેળામાં અત્યાર સુધીમાં દેશભરમાં 11 લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.