જાન્યુઆરી 23, 2026 7:56 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા. – કેરળમાં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, સમગ્ર દેશ વિકસિત ભારતના સંકલ્પની દિશામાં એક થઈને કામ કરી રહ્યો છે અને તેને પૂર્ણ કરવામાં શહેરોની મહત્વની ભૂમિકા છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકાર ગત 11 વર્ષથી શહેરી માળખાગત સુવિધાઓમાં વધુ રોકાણ કરી રહી છે. કેરળના કેરળના તિરુવનંતપુરમ્-માં અનેક વિકાસકાર્યોનો પ્રારંભ કરાવ્યા બાદ જાહેર સભાને સંબોધતાં શ્રી મોદીએ આ વાત કહી.
શ્રી મોદીએ નવી ટ્રૅનનું પ્રસ્થાન કરાવ્યું તેમજ પીએમ સ્વિનિધિ ક્રૅડિટ કાર્ડનો શુભારંભ કરાવ્યો અને એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ ધિરાણનું વિતરણ કર્યું હતું.
શ્રી મોદીએ આવકવેરામાં કરાયેલા ફેરફારથી કેરળના લોકોને લાભ થશે તેનો પણ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.