જાન્યુઆરી 23, 2026 7:48 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેરી પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડનો શુભારંભ સાથે એક લાખ લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે અમલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડનો શુભારંભ કર્યો. શ્રી મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમ ખાતેથી એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ સહાયનું પણ વિતરણ કર્યું. શ્રી મોદીએ કહ્યું, હવે શેરી વિક્રેતાઓ પાસે પણ ક્રેડિટ કાર્ડ હશે.
સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ અને લોન વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી પાટિલે કહ્યું કે, આ યોજનાના અમલીકરણમાં સુરત મહાનગરપાલિકાએ દેશમાં છઠ્ઠો અને જ્યારે ગુજરાતમાં બીજુ સ્થાન મેળવ્યું છે.
તાપી જિલ્લાની વ્યારા નગરપાલિકાના સભાખંડમાં નાના વેપારીઓને પ્રથમ તબક્કાના 15 હજાર, બીજા તબક્કાના 25 હજાર અને ત્રીજા તબક્કાના 50 હજાર સુધીની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા યુપીઆઈ – લિંક્ડ ક્રેડિટ કાર્ડની મંજૂરી પણ એનાયત કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.