જાન્યુઆરી 23, 2026 1:44 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી યોજનાની શરૂઆત કરાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને નવી ટ્રેન સેવાઓનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું અને એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ લોનનું વિતરણ કર્યું.
શ્રી મોદીએ ચાર નવી ટ્રેન સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો, જેમાં ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન અને એક પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે CSIR-NIIST ઇનોવેશન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા હબનો શિલાન્યાસ કર્યો.
આ ઉપરાંત, તેમણે શહેરમાં શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સિસ એન્ડ ટેકનોલોજી ખાતે એક અત્યાધુનિક રેડિયોસર્જરી સેન્ટરનો શિલાન્યાસ કર્યો અને નવી પૂજાપુરા હેડ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું.
તિરુવનંતપુરમમાં સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે, સમગ્ર રાષ્ટ્ર ‘વિકસિત ભારત’ના ઉદ્દેશ્ય તરફ એકીકૃત રીતે કામ કરી રહ્યું છે અને ‘વિકસિત ભારત’માં શહેરોની મોટી ભૂમિકા છે. તેમણે ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર છેલ્લા 11 વર્ષથી શહેરી માળખાગત સુવિધાઓ પર ઘણું રોકાણ કરી રહી છે.
આવકવેરાના દરોમાં સુધારાનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે કેરળમાં મધ્યમ વર્ગના લોકોને પણ આવકવેરા મુક્તિનો લાભ મળ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ સ્વાનિધિ યોજના દ્વારા શેરી વિક્રેતાઓને ક્રેડિટ કાર્ડ મળી રહ્યા છે, જે ભૂતકાળમાં ફક્ત શ્રીમંત લોકો પાસે હતા.
શ્રી મોદીએ ચાર નવી ટ્રેન સેવા શરૂ થવા અંગે આ મુજબ કહ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.