માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલા ઊંડા માળખાકીય સુધારાઓને કારણે ભારતની સુધારા યાત્રા મજબૂત રીતે આગળ વધી રહી છે.સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં બોલતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે વિવિધ ક્ષેત્રોમાં હાથ ધરવામાં આવેલા મોટા સુધારાઓએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે, જેના કારણે વૈશ્વિક કંપનીઓ ભારતમાં તેમના રોકાણમાં વધારો કરી રહી છે.તેમણે જણાવ્યું હતું કે ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર છે, જેનો વિકાસ દર આગામી પાંચ વર્ષમાં 6 થી 8 ટકા રહેવાનો અંદાજ છે. વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતાઓનો ઉલ્લેખ કરતા, તેમણે ભૂ-રાજકીય, ભૂ-આર્થિક અને ભૂ-તકનીકી ઉથલપાથલ વચ્ચે સ્થિતિસ્થાપકતા વધારવા માટે આંતરિક ક્ષમતાઓને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Site Admin | જાન્યુઆરી 23, 2026 9:40 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વ્યક્તિગત નેતૃત્વ હેઠળ ભારતની સુધારા યાત્રા મજબૂત રીતે આગળ વધી રહી છે – માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ