જાન્યુઆરી 23, 2026 9:32 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની મુલાકાતે – તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, શ્રી મોદી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, લોકાર્પણ અને લીલી ઝંડી આપશે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધન કરશે. આ પ્રોજેક્ટ્સ રેલ કનેક્ટિવિટી, શહેરી આજીવિકા, વિજ્ઞાન અને નવીનતા, નાગરિક-કેન્દ્રિત સેવાઓ અને અદ્યતન આરોગ્યસંભાળ સહિતના સુવિધાઓનો સમાવેશ થાય છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર નવી રેલ સેવાઓને લીલી ઝંડી બતાવી રવાના કરશે. જેમાં ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ અને એક પેસેન્જર ટ્રેન સામેલ છે. શ્રી મોદી પીએમ સ્વનિધિ (PM SVANidhi) ક્રેડિટ કાર્ડ જારી કરશે. શ્રી મોદી કેરળના એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ લોનનું પણ વિતરણ કરશે. પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિજ્ઞાન અને નવાચારના ક્ષેત્રમાં સીએસઆઈઆર-એનઆઈઆઈએસટી (CSIR-NIIST) ઈનોવેશન ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. તેઓ શ્રી ચિત્રા તિરુનલ આયુર્વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થામાં અત્યાધુનિક રેડિયો સર્જરી કેન્દ્રનો પણ શિલાન્યાસ કરશે. શ્રી મોદી તિરુવનંતપુરમમાં નવા પુજ્જુપુરા મુખ્ય પોસ્ટ ઓફિસનું પણ ઉદઘાટન કરશે.