જાન્યુઆરી 17, 2026 7:44 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટી વિમાનીમથકેથી આસામના અઝારા સુધીના રોડ શોમાં ભાગ લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સાંજે ગુવાહાટી વિમાનીમથકેથી આસામના અઝારા સુધીના રોડ શોમાં ભાગ લીધો હતો. જે ઉત્તરપૂર્વીય રાજ્યની તેમની બે દિવસીય મુલાકાતની શરૂઆત હતી. ચાર કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન, શ્રી મોદીએ રસ્તાની બંને બાજુ ભીડ વચ્ચે આસામની વૈવિધ્યસભર સંસ્કૃતિ નિહાળી હતી. પ્રધાનમંત્રી હાલમાં ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પરંપરાગત બોડો સાંસ્કૃતિક કાર્યક્રમ, બાગુરુમ્બા દ્વો 2026 માં ભાગ લઈ રહ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી એક વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને બે નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.