જાન્યુઆરી 16, 2026 9:14 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષની ઉજવણીના ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સભ્યો સાથે વાતચીત કરશે.પસંદગીના સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ પણ તેમની ઉદ્યોગસાહસિક યાત્રા અંગે વાત કરશે.સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત આજથી જ વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય નવાચાર (ઇનોવેશન) ને પ્રોત્સાહન આપવો, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું અને રોકાણ આધારિત વિકાસને સક્ષમ બનાવવાનો હતો. છેલ્લા એક દાયકામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ભારતની આર્થિક અને નવાચાર સંરચનાનો એક મહત્વપૂર્ણ સ્તંભ બનીને ઉભર્યું છે.આ સમયગાળા દરમિયાન ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અભૂતપૂર્વ વિસ્તાર જોવા મળ્યો છે, જેમાં દેશભરમાં 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે. ભારત 2030 સુધીમાં 7.3 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા અને ‘વિકસિત ભારત 2047’ ના વ્યાપક દ્રષ્ટિકોણ તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલ આજે વિશ્વની સૌથી મોટી અને સૌથી વૈવિધ્યસભર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાંની એક બની ગઈ છે, જે વિકસિત ભારત 2047 તરફ ભારતની સફરમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.