પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકાર કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે.
નવી દિલ્હીમાં સંવિધાન સદનમાં રાષ્ટ્રમંડળ દેશોની સંસદોના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે દેશે વિવિધતાને લોકશાહીની તાકાતમાં પરિવર્તિત કરી છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી સંસ્થાઓ અને પ્રક્રિયાઓ લોકશાહીને સ્થિરતા, ગતિ અને વ્યાપકતા પ્રદાન કરે છે.
Site Admin | જાન્યુઆરી 15, 2026 7:55 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકાર દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે.