જાન્યુઆરી 15, 2026 2:07 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીનું ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતે વિશ્વ સમક્ષ લોકશાહીના ચુસ્ત પણે અનુસરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ભારતે દર્શાવ્યું છે કે લોકશાહી સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયાઓ લોકશાહીને સ્થિરતા, ગતિ અને સ્કેલ આપે છે.
આજે નવી દિલ્હીના સંવિધાન સદનમાં કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સનની પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, સરકાર કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ માટે જન કલ્યાણની ભાવના સાથે કામ કરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્ર તરીકે ઉભરી આવ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય સંસદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.