જાન્યુઆરી 14, 2026 8:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને રાષ્ટ્રનિર્માણમાં શક્તિશાળી ભાગીદાર અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવનારા ગણાવ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં શક્તિશાળી ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે માટે અથાક પ્રયાસો કરી રહી છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગનના નવી દિલ્હી નિવાસસ્થાને આજે આયોજિત પોંગલ ઉજવણીમાં બોલતા, શ્રી મોદીએ કહ્યું કે પોંગલ એ જીવંત તમિલ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના જોડાણનો ઉત્સવ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે પોંગલ પ્રકૃતિ, પરિવાર અને સમાજ સાથે સંતુલન સ્થાપિત કરવાનો માર્ગ મોકળો કરે છે.
પોંગલ તમિલ લોકજીવનમાં એક આનંદદાયક અનુભવ છે. તે ખેડૂત, પૃથ્વી અને સૂર્યની મહેનત માટે કૃતજ્ઞતાની ભાવનાને મૂર્તિમંત કરે છે. તે આપણને પ્રકૃતિ, પરિવાર અને સમાજ વચ્ચે સંતુલનનો માર્ગ પણ બતાવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.