જાન્યુઆરી 14, 2026 2:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોંગલની ઉજવણી પ્રસંગે કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્ર નિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેડૂતો રાષ્ટ્રનિર્માણમાં મજબૂત ભાગીદાર છે અને તેમના પ્રયાસો આત્મનિર્ભર ભારત અભિયાનને ખૂબ જ મજબૂત બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ દિશામાં અથાગ મહેનત કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગનના નિવાસસ્થાને આયોજિત પોંગલ ઉજવણીમાં સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું.
શ્રી મોદીએ કહ્યું કે, પોંગલ પ્રકૃતિ, પરિવાર અને સમાજ સાથે સંતુલન બનાવવાનો માર્ગ બતાવે છે. પોંગલ એ જીવંત તમિલ સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના તેના જોડાણનો ઉત્સવ છે. શ્રી મોદીએ કહ્યું કે, પોંગલ હવે એક વૈશ્વિક તહેવાર બની ગયો છે અને તે દેશના ખેડૂતોની મહેનતની ઉજવણી કરે છે.પ્રધાનમંત્રીએ કહ્યું કે તમિલ સંસ્કૃતિ ફક્ત સમગ્ર રાષ્ટ્રનો સહિયારો વારસો જ નહીં પરંતુ સમગ્ર માનવજાતનો સહિયારો વારસો છે. ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરતા
તેમણે કહ્યું કે, તમિલ સંસ્કૃતિમાં તેમને જીવનનો પાયો માનવામાં આવે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.