પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં આશા વ્યક્ત કરી કે મકરસંક્રાંતિનો પવિત્ર તહેવાર દરેકના જીવનમાં ખુશી, આરોગ્ય અને સુખાકારી લાવશે.
શ્રી મોદીએ કહ્યું કે, માઘ બિહુ પાક, સમૃદ્ધિ અને એકતાનો ઉત્સવ છે. પ્રધાનમંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી કે કૃતજ્ઞતા અને સંવાદિતાની ભાવના દેશને ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જાય.
Site Admin | જાન્યુઆરી 14, 2026 3:55 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી.