ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના રાજદ્વારી સલાહકાર ઇમેન્યુઅલ બોને ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.શ્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે, તેઓએ મજબૂત અને વિશ્વસનીય ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરી કે ભારત અને ફ્રાન્સ વચ્ચે નવીનતા, ટેકનોલોજી અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગ વધી રહ્યો છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ભારત અને ફ્રાન્સ નવીનતા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. શ્રી મોદી અને શ્રી બોને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું ભારતમાં સ્વાગત કરવા આતુર છે.
Site Admin | જાન્યુઆરી 14, 2026 9:07 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર સાથે મુલાકાત કરી