પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંત -રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા મહોત્સવમાં બંને મહાનુભાવોએ પતંગ ચગાવવાની મજા માણી હતી. સંગીત અને નૃત્યના અનેરા સંગમથી પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલરનું વિશેષ સ્વાગત કરાયું હતું. પતંગ મહોત્સવ ભારત અને જર્મનીની મૈત્રીનું પ્રતિક બન્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, પતંગ મહોત્સવમાં ભારત સિવાય 50 જેટલા દેશના એક હજારથી વધુ પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
આ પહેલા બંને મહાનુભાવોએ સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બંને નેતાએ મહાત્મા ગાંધીજીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી અને રેંટિયો કાંતવાની પ્રક્રિયાને પણ નીહાળી હતી.
જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે મુલાકાતી પુસ્તિકામાં એક સંદેશમાં લખ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે. વિશ્વમાં આજે પણ ગાંધીજીના ઉપદેશ એટલા જ પ્રસ્તુત છે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 3:11 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મૅએત્સે આજે અમદાવાદમાં આંત -રાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો.