જાન્યુઆરી 12, 2026 9:49 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડેવલપ્ડ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં આજે હાજરી આપશે

આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે. તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે નવી દિલ્હીમાં ડેવલપ ઇન્ડિયા યંગ લીડર્સ ડાયલોગ 2026ના સમાપન સત્રમાં હાજરી આપશે.શ્રી મોદી ભારત અને વિદેશના આશરે ત્રણ હજાર યુવાનો સાથે વાર્તાલાપ કરશે. પસંદ કરાયેલા સહભાગીઓ 10 વિષયો પર પ્રધાનમંત્રી સમક્ષ તેમની અંતિમ પ્રસ્તુતિઓ રજૂ કરશે, રાષ્ટ્રીય મહત્વના મુખ્ય ક્ષેત્રો પર તેમના દ્રષ્ટિકોણ અને કાર્યક્ષમ વિચારો શેર કરશે. વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ સ્વતંત્રતા દિવસના અવસર પર પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનને અનુરૂપ છે. જેમાં રાષ્ટ્રીય સ્તરની ચેમ્પિયનશિપમાં સામેલ થનારા યુવા નેતાઓને એક કઠિન અને યોગ્યતા આધારિત ત્રણ તબક્કાની પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા છે. આ પસંદગી પ્રક્રિયામાં દેશભરમાં આયોજિત ડિજિટલ ક્વિઝ, એક નિબંધ સ્પર્ધા અને રાજ્ય સ્તરીય વિઝન સંબંધિત પ્રસ્તુતિઓ સામેલ છે. આ ડાયલોગની બીજી આવૃત્તિ તેની પ્રથમ આવૃત્તિની સફળતાથી પ્રેરિત છે. તેમાં ‘ડિઝાઇન ફોર ભારત’ અને ‘ટેક ફોર વિકસિત ભારત હેક-ફોર-એ-સોશિયલ કોઝ’ ની શરૂઆત, વિસ્તૃત વિષયગત જોડાણ અને પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ભાગીદારી જેવા કેટલાક નવા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જેનાથી આ ડાયલોગનો વ્યાપ અને પ્રભાવ વધુ મજબૂત બનશે.