પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે મહાત્મા મંદિર ખાતે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેએત્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આજે અમદાવાદ આવી પહોંચ્યા છે. ભારતની આ તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત છે. દ્વિપક્ષીય બેઠકો દરમિયાન મહાત્મા મંદિર ખાતે યોજાનારી દ્વિપક્ષીય બેઠકો દરમિયાન બંને નેતાઓ વ્યાપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ અને કૌશલ્ય વર્ધન જેવા ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા વિચારણા કરશે.આ સાથે સંરક્ષણ, સુરક્ષા, વિજ્ઞાન, સંશોધન અને હરિત વિકાસ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરશે અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે પણ સંવાદ કરશે. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ સાબરમતી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરશે. આ ઉપરાંત જર્મન ચાન્સેલર ઐતિહાસિક અડાલજની વાવની પણ મુલાકાત લેશે. બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પણ ભાગ લેશે.
Site Admin | જાન્યુઆરી 12, 2026 9:44 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે – આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે