પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10થી 12 જાન્યુઆરી રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આ રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરશે. તેમજ આવતીકાલથી 11 તારીખ સુધી યોજાનારા “સોમનાથ સ્વાભિમાન પર્વ”માં ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, શ્રી મોદીના વડપણ હેઠળ શૌર્ય યાત્રા બાદ જંગી જનસભા પણ યોજાશે. પર્વ માટે ચાર જિલ્લામાંથી વિશેષ ટ્રૅનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવશે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 7:04 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10 તારીખથી રાજ્યના પ્રવાસે – “સોમનાથ સ્વાભિમાન પર્વ”માં વિશેષ ઉપસ્થિત રહેશે.