પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આજથી 12 તારીખ સુધીની તમામ રજા રદ કરવામાં આવી છે. રાજ્યના ઇન્ચાર્જ DGP ડૉ. કે. એલ. એન. રાવ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જે કર્મચારીઓ હાલ રજા પર છે તેમને તાત્કાલિક ફરજ પર હાજર થવા સૂચના અપાઈ છે.
પ્રધાનમંત્રીના વિવિધ જિલ્લા અને શહેરમાં યોજાનારા કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તથા દેશ-વિદેશના મહાનુભાવોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ નિર્ણય લેવાયો છે.
Site Admin | જાન્યુઆરી 7, 2026 2:13 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્ય પ્રવાસને લઈ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની આજથી 12 તારીખ સુધીની તમામ રજા રદ કરવામાં આવી.