પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર વિદેશ આક્રાંતાઓ દ્વારા કરાયેલા હુમલાને આ વર્ષે એક હજાર વર્ષ પૂર્ણ થશે. પ્રધાનમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લી કેટલીક સદીઓમાં થયેલા હુમલાઓ બાદ પણ સોમનાથ મંદિર ભારતીય સભ્યતાની આત્માનું જીવંત ઉદાહરણ છે. તેમણે કહ્યું, સોમનાથ શબ્દ સાંભળતા જ દેશવાસીઓના મનમાં અપાર હિમ્મત અને ગર્વની અનુભૂતિ થાય છે. તેમણે સોમનાથ મંદિરને દેશની શાશ્વત પરંપરાનું પ્રતીક પણ ગણાવ્યું.
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં યોગદાન આપનારા લોકોના પ્રયાસની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું, આ વર્ષે વધુ એક મહત્વની સિદ્ધિ એ પણ હશે કે, જ્યારે જીર્ણોદ્ધાર બાદ સોમનાથ મંદિર ભક્તો માટે ખૂલ્લું મુકાયું તેને 75 વર્ષ પૂર્ણ થશે. વર્ષ 1951માં તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને મંદિરને ભક્તો માટે ફરી ખૂલ્લું મુકાયું હતું.
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:07 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતીય સભ્યતાની આત્માનું જીવંત ઉદાહરણ ગણાવ્યું