જાન્યુઆરી 5, 2026 9:16 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વોલીબોલ અને ભારતની વિકાસગાથા વચ્ચે સમાનતા દર્શાવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. વારાણસીના સંસદ સભ્ય શ્રી મોદીએ, દેશભરના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી અને રાષ્ટ્ર નિર્માણમાં રમતગમતની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.કાર્યક્રમને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે, સરકારે રમતગમતના બજેટમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેમાં પ્રતિભા ઓળખ, વૈજ્ઞાનિક તાલીમ, પોષણ અને પારદર્શક પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રી મોદીએ વોલીબોલ અને ભારતની વિકાસગાથા વચ્ચે સમાનતા દર્શાવી, ટીમવર્ક પર ભાર મૂક્યો. આ મહિનાની 11મી તારીખ સુધી ચાલુ રહેલ આઠ દિવસીય ટુર્નામેન્ટમાં દેશભરના એક હજારથી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.