જાન્યુઆરી 4, 2026 7:52 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014 થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સુધર્યું – ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા મજબૂત દાવેદાર.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે 2014 થી રમતગમતમાં ભારતનું પ્રદર્શન સતત સુધર્યું છે. આજે ઉત્તર પ્રદેશના વારાણસીમાં 72મી રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું વરર્યુઅલી ઉદ્ઘાટન કરતા તેમણે જણાવ્યું હતું કે ભારત 2036 ઓલિમ્પિક રમતોનું આયોજન કરવા માટે એક મજબૂત દાવેદાર છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે રમતગમત ક્ષેત્રમાં અનેક સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ અને ખેલો ઇન્ડિયા નીતિનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશનું રમતગમત મોડેલ રમતવીર-મૈત્રીપૂર્ણ છે, અને તેથી જ આપણે વર્ષોથી રમતગમતમાં સફળ રહ્યા છીએ. તેમણે કહ્યું કે સરકાર રમતગમતની પ્રતિભાઓને ઓળખવા, તેમને યોગ્ય તાલીમ, પૌષ્ટિક ખોરાક અને પારદર્શક પસંદગી પ્રક્રિયા પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં રમતગમતનું માળખું પણ મજબૂત થઈ રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.