જાન્યુઆરી 3, 2026 1:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પ્રદર્શનના વિવિધ વિભાગોની મુલાકાત લઈને આ પ્રદર્શનની સૂચિનું પણ અનાવરણ કર્યું.
આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, લાંબા સમય સુધી રાહ જોયા પછી, દેશનો વારસો પાછો ફર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે, આજથી, દેશના લોકો ભગવાન બુદ્ધના આ પવિત્ર અવશેષોના પવિત્ર દર્શન કરી શકશે અને તેમના દિવ્ય આશીર્વાદ મેળવી શકશે.
સતત સરકારી પ્રયાસો, સંસ્થાઓ સાથેના સહયોગ અને જાહેર-ખાનગી ભાગીદારીના પરિણામે આ અવશેષો તાજેતરમાં સ્વદેશ પરત લવાયા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.