જાન્યુઆરી 3, 2026 9:22 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રાહવા અવશેષોના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભગવાન બુદ્ધ સાથે સંબંધિત પવિત્ર પિપ્રાહવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે 1898માં શોધાયેલા પિપ્રાહવા અવશેષો પ્રારંભિક બૌદ્ધ ધર્મના પુરાતત્વીય અભ્યાસમાં કેન્દ્રિય સ્થાન ધરાવે છે.આ પ્રદર્શન નવી દિલ્હીના રાય પિથોરા સાંસ્કૃતિક સંકુલમાં યોજાશે. પ્રદર્શન થકી પીપ્રાહવાથી એક સદી કરતાં વધુ સમય બાદ પરત લાવયેલા પીપ્રાહવા અવશેષોને એકસાથે લવાશે જે નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય અને કોલકાતાના ભારતીય સંગ્રહાલયના સંગ્રહમાં સચવાયેલા છે. આ પ્રદર્શન ભગવાન બુદ્ધના ઉપદેશો સાથે ભારતના ઊંડા અને સતત સભ્યતા સંબંધને પ્રકાશિત કરશે અને ભારતના સમૃદ્ધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાળવવા માટેની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.