જાન્યુઆરી 2, 2026 7:39 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શૉને સર્જનાત્મકતાની સાથે લોકભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્જનાત્મકતા, સતત વિકાસ અને લોક ભાગીદારીને એકસાથે લાવવા અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શૉની નોંધપાત્ર ભૂમિકાની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ આયોજન શહેરની જીવંત ભાવના અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમને દર્શાવે છે.
દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા 14-મા ફ્લાવર શૉમાં બે ગિનિસ વિશ્વ વિક્રમ બનવો એ દેશ માટે ગૌરવની વાત છે. શ્રી પટેલે કહ્યું, ફ્લાવર શૉ માત્ર ફૂલોનું પ્રદર્શન જ નહીં, પણ દેશના સાંસ્કૃતિક વારસા, રાષ્ટ્રીય એકતા અને આધુનિક ભારતની સર્જનાત્મક શક્તિનો ભવ્ય ઉત્સવ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.