પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી આધારિત બહુશાખાકીય પ્લેટફોર્મ પ્રગતિની 50મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં શ્રી મોદીએ રસ્તા, રેલ્વે, વીજળી, જળ સંસાધનો અને કોલસા સહિત વિવિધ ક્ષેત્રોમાં પાંચ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. આ પ્રોજેક્ટ્સ પાંચ રાજ્યોમાં ફેલાયેલા છે અને 40 હજાર કરોડથી વધુનો ખર્ચ ધરાવે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં પ્રગતિ હેઠળની ઇકોસિસ્ટમએ 85 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટ્સને વેગ આપવામાં મદદ કરી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોને મુખ્ય સચિવ સ્તરે, ખાસ કરીને સામાજિક ક્ષેત્ર માટે, પ્રગતિ જેવી પદ્ધતિઓને સંસ્થાકીય બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે નોંધ્યું કે લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ્સ રાષ્ટ્રીય હિતમાં પૂર્ણ થયા છે. પીએમશ્રી યોજનાની સમીક્ષા દરમિયાન પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે પીએમશ્રી યોજના સર્વાંગી અને ભવિષ્ય માટે તૈયાર શાળા શિક્ષણ માટે રાષ્ટ્રીય ધોરણ બનવું જોઈએ.તેમણે તમામ મુખ્ય સચિવોને પીએમશ્રી યોજના પર ચાંપતી નજર રાખવા જણાવ્યું. તેમણે ભાર મૂક્યો હતો કે પીએમ શ્રી શાળાઓને અન્ય રાજ્ય સરકારી શાળાઓ માટે બેન્ચમાર્ક બનાવવાના પ્રયાસો કરવા જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું કે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ પીએમશ્રી શાળાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે સ્થળ મુલાકાત લેવી જોઈએ.
Site Admin | જાન્યુઆરી 1, 2026 8:42 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રગતિની 50મી બેઠક અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં પાંચ મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી