પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું.
પ્રધાનમંત્રીએ 23 નવેમ્બરથી શરૂ થયેલા અને 20 ફેબ્રુઆરી સુધી યોજાનાર કચ્છના રણોત્સવ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે કચ્છના સફેદ રણની ભવ્યતા જોવી એ પોતાનામાં એક આનંદદાયક અનુભવ છે.
પોતાના સંબોધનના સમાપન કરતાં, પ્રધાનમંત્રીએ દરેકને સ્વસ્થ રહેવા અને ફિટ ઇન્ડિયા અભિયાનમાં ભાગ લેવાની યાદ અપાવી.
Site Admin | ડિસેમ્બર 28, 2025 3:06 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા મંચ સુધી દરેક જગ્યાએ મજબૂત અમીટ છાપ છોડી છે.