પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓથી લઈને વિશ્વના સૌથી મોટા પ્લેટફોર્મ સુધી, દરેક જગ્યાએ એક મજબૂત છાપ છોડી છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં, પ્રધાનમંત્રીએ વર્ષ 2025 પર નજર ફેરવતા કહ્યું કે તેણે દરેક ભારતીયને ગર્વ કરાવવા માટે ઘણી ક્ષણો આપી. તેમણે કહ્યું કે ‘ઓપરેશન સિંદૂર’ આ વર્ષે દરેક ભારતીય માટે ગૌરવનું પ્રતીક બન્યું. તેમણે ઉમેર્યું કે દુનિયાએ સ્પષ્ટપણે જોયું કે આજનું ભારત તેની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરતું નથી.
શ્રી મોદીએ વંદે માતરમની 150મી વર્ષગાંઠ માટે સમાન ભાવના અને ઉત્સાહ દર્શાવવા બદલ લોકોની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2025 રમતગમતની દ્રષ્ટિએ પણ એક યાદગાર વર્ષ હતું. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.
પ્રધાનમંત્રી મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતે આ વર્ષે વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચનારા પ્રથમ ભારતીય બન્યા. શ્રી મોદીએ ધ્યાન દોર્યું કે પર્યાવરણીય સંરક્ષણ અને વન્યજીવન સંરક્ષણ સંબંધિત ઘણા પ્રયાસો પણ 2025 ની ઓળખ બની ગયા છે. તેમને એ વાતનો આનંદ છે કે ભારતમાં ચિત્તાઓની સંખ્યા હવે 30 થી વધુ થઈ ગઈ છે.
પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છમાં ચાલતા રણોત્સવની મુલાકાત લેવા દેશવાસીઓને અપીલ કરી.
પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે સ્વદેશી પ્રત્યે લોકોનો ઉત્સાહ સ્પષ્ટ હતો.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે વિશ્વ આજે ભારત તરફ ખૂબ આશા સાથે જોઈ રહ્યું છે અને યુવા શક્તિ આનું સૌથી મોટું કારણ છે. તેમણે કહ્યું કે વિજ્ઞાન, નવી નવીનતાઓ અને ટેકનોલોજીના વિસ્તરણના ક્ષેત્રમાં ભારતની સિદ્ધિઓએ વિશ્વભરના દેશોને ખૂબ પ્રભાવિત કર્યા છે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 1:57 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાદ કાર્યક્રમમાં કહ્યું છે ભારતે રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને રમતગમત અને વિજ્ઞાન પ્રયોગશાળાઓના પ્લેટફોર્મ પર ભારતનો ડંકો.