પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે અને આવતીકાલે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદનીઅધ્યક્ષતા કરશે. ગઈકાલે શરૂ થયેલી ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેભાગીદારીનેપ્રોત્સાહન આપવાનો છે. આ પરિષદ ભારતનીમાનવ મૂડી ક્ષમતા અને સમાવેશકતાને વધારવા અને ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે એક સંકલિત રોડમેપ વિકસાવવામાટે કેન્દ્ર અને રાજ્યોને એકસાથેલાવશે.આ પરિષદમાં એક સામાન્ય વિકાસ કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપવાના હેતુથી ઊંડાણપૂર્વકચર્ચાઓ કરવામાં આવશે. આ પરિષદ -વિકસિત ભારતમાટે માનવ મૂડી-થીમ પર ધ્યાન કેન્દ્રિત હશે આ થીમ અંતર્ગત પાંચ ચોક્કસક્ષેત્રો -પ્રારંભિક શિક્ષણ, શાળાકીય શિક્ષણ,કૌશલ્ય, ઉચ્ચ શિક્ષણ,રમતગમત અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાંઆવશે. આ પરિષદમાં તમામ રાજ્યોઅને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ તેમજ ક્ષેત્રનિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે
Site Admin | ડિસેમ્બર 27, 2025 7:39 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મુખ્ય સચિવોના પાંચમા રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે