પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસ પર રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહ સિંહજીના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીએ જાન્યુઆરી 2022 માં ગુરુ ગોવિંદ સિંહજીના પ્રકાશ પર્વ દરમિયાન દર વર્ષે વીર બાલ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 26, 2025 2:03 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત