પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે. શ્રી મોદી આવતીકાલે અને રવિવારે ત્રણ દિવસીય પરિષદમાં પણ ભાગ લેશે. આ પરિષદનો ઉદ્દેશ્ય સતત સંવાદ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
આ પરિષદ ભારતની માનવ મૂડી ક્ષમતા અને સમાવેશકતાને વધારવા અને ભવિષ્યના વિકાસને વેગ આપવા માટે એક સંકલિત રોડમેપ વિકસાવવા માટે કેન્દ્ર અને રાજ્યોને એકસાથે લાવશે.
આ પરિષદમાં એક સામાન્ય વિકાસ કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપવાના હેતુથી ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવશે. આ પરિષદ “વિકસિત ભારત માટે માનવ મૂડી” થીમ પર ધ્યાન કેન્દ્રિત હશે જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે અનુસરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને વ્યૂહરચનાઓનો સમાવેશ થશે. આ થીમ અંતર્ગત પાંચ ચોક્કસ ક્ષેત્રો – પ્રારંભિક શિક્ષણ, શાળાકીય શિક્ષણ, કૌશલ્ય, ઉચ્ચ શિક્ષણ, રમતગમત અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 26, 2025 2:01 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં પાંચમી રાષ્ટ્રીય મુખ્ય સચિવ પરિષદની અધ્યક્ષતા કરશે