પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ પ્રસંગે લખનઉની મુલાકાત લેશે. બપોરે અઢી વાગ્યે પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્રપ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. સ્વતંત્ર ભારતના મહાનવ્યક્તિઓના ગૌરવશાળી વારસાને સન્માનિત કરવા પ્રધાનમંત્રીમોદીના સંકલ્પથી નિર્મિત રાષ્ટ્ર પ્રેરણા સ્થળ એ મહાન રાજનેતાના જીવન અને આદર્શોનેશ્રદ્ધાંજલિ હશે, જેમના નેતૃત્વએ દેશની લોકશાહી, રાજકીય અને વિકાસ યાત્રા પર ઊંડી છાપ છોડી છે.
Site Admin | ડિસેમ્બર 25, 2025 8:09 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લખનઉમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીને સમર્પિત રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે